કરૂણાંતિકા: ઇકો કાર અડફેટે બાઇક સવાર ચાર માસના માસુમનું માતા-પિતાની નજર સામે મોત
રાજકોટના લોધીડા ગામની ઘટના; શ્રમિક દંપતી પુત્રને લઇને વાડીએ જવા નિકળ્યુને સર્જાયો અકસ્માત
રાજકોટ તાલુકાનાં સરધાર નજીક આવેલા લોધીડા ગામે ખેત મજુરી અર્થે આવેલુ શ્રમીક દંપતી પોતાનાં 4 માસનાં માસુમ બાળકને લઇને ઘરેથી વાડીએ જવા નીકળ્યુ હતુ ત્યારે રસ્તામા ઇકો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા બાઇક સ્વાર દંપતી માસુમ બાળક સાથે ફંગોળાયુ હતુ જેમા ગંભીર રીતે ઘવાયેલા માસુમનુ માતા-પિતાની નજર સામે મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ - ભાવનગર હાઇવે પર આવેલા સરધાર નજીક આવેલા લોધીડા ગામે રહેતા શંભુભાઇ સોલંકી અને તેમનાં પત્ની સુમીત્રાબેન પોતાનાં 4 માસનાં બાળક રોહીત સોલંકીને લઇને વાડીએ જતા હતા ત્યારે લોધીડા નજીક વાડી વિસ્તારમા ઇકો કારનાં ચાલકે શ્રમીક દંપતીનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમા ચાર મહીનાનાં માસુમ રોહીત સોલંકીનુ ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયારે શ્રમીક દંપતીને ઇજા પહોંચી હતી રોહીત સોલંકીની સારવાર કારગત નીવડે તે પુર્વે ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નીષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસનાં સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસનો સ્ટાફ સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક માસુમનો પરીવાર મુળ મધ્ય પ્રદેશનો વતની છે અને મૃતક રોહીત સોલંકી બે ભાઇ બે બહેનમા નાનો હતો . રોહીત સોલંકીને લઇને તેનાં માતા-પિતા ઘરેથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામા લોધીડા ગામનાં ઇકો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.