SOU ખાતે ઉજવણી પહેલા દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત
31 ઓકટોબરે સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી પહેલા નર્મદા ઘાટના નવિનીકરણ સમયે ભેખડ ધસી પડી, 3 શ્રમિકો દબાઇ ગયા, રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ નિવડયું
નર્મદા જિલ્લાના ગડેશ્વરમાં નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નવીનીકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. ઘાટનું કામ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક ભેખડ ધસી પડતા ત્રણ સ્થાનિક શ્રમિકો દીવાલમાં દટાઈ જવાથી મૃત્યુ થયુ હતુ
આ દુર્ઘટનામા એકટેશ્વર ગામના ત્રણ શ્રમિકો રોહિત રણછોડ તડવી - (ઉંમર 45),દીપક ભાણા તડવી - (ઉંમર 40), શૈલેષ કનુ તડવી -(ઉંમર 37) પ્રાથમિક માહિતી મુજબ, આ ઘાટ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મોટા પાયે વિકાસ અને નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘાટના નિર્માણ અથવા નવીનીકરણ દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ ગમખ્વાર ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આગામી 31 મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઉજવણી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થવાની છે.જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિવિધ વિકાસના કામોને વેહલી તકે પૂરા કરવા તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે. નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક ભેખડ ધરાસાઈ થઇ જતા અકતેશ્વર ગામના ત્રણ શ્રમિકો દટાઈ જવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઈટર અને પોલીસની ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.લગભગ 2 કલાકના રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેય સ્થાનિક શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
ઘટનાસ્થળે અકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ સામે ગુનો નોંધી એની ધરપકડ કરવાની માંગણી કરી હતી. મૃતકોના પરિજનોના આક્રંદથી આખું વાતાવરણ કરૂૂં બની ગયું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીના આગમનને લઈને નર્મદા ઘટનું નવીનીકરણ વેહલુ થાય એ માટે મજૂરોની સંખ્યા વધારવા માટે આસપાસના સ્થાનિકોને પણ મજૂરીએ બોલાવાયા હતા.ત્યારે હાલ પડેલા વરસાદને પગલે ભેખડ અચાનક ધરાશાઈ થતા આ ગમખ્વાર ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
