લગ્નપ્રસંગમાં તસ્કર ગેંગ સક્રિય : વધુ એક પાર્ટી પ્લોટમાંથી 3.82 લાખની મતાની ચોરી
- રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટનો બનાવ : અજાણી યુવતી કેમેરમાં કેદ
શહેરમાં લગ્નસરાની સીઝન ચાલે છે. ત્યારે પાર્ટી પ્લોટમાં યોજાવામાં આવતા લગ્નમાં તસ્કર ગેંગ સક્રીય થઇ હોય તેમ ત્રણેક દીવસ પૂર્વે મુખ અમદાવાદ અને હાલ કેનેડામાં રહેતા યુવકના લગ્નમાં તસ્કર ગેંગે રોકડ અને દાગીના રૂા.2 લાખની મતા ચોરી લીધી હતી. ત્યારે આજે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નવા 150 ફુટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્સનમાં મહેમાન બનીની આવેલી અજાણી છોકરીઓ રૂા.1 લાખનો આઇફોન, રૂા.80 હજારના રોકડ કવર, દોઢ લાખનું સોનાનું કળુ અને સોનાની બુટી સહિત રૂા.3.82 લાખની મતા ચોરાઇ હોવાની રાજકોટ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
વધુ વિગતો અનુસાર, એરપોર્ટ રોડ પર પેટ્રીય હોટલ પાસે ગ્રીન પાર્કમાં રહેતા નિવૃત શિક્ષકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમના મોટા પુત્ર અભીના લગ્નનુ ગઇકાલે આર્જુન પાર્ટી પ્લોટમાં રીસેપ્સન હતુ. ત્યાં મહેમાનો અભી અને તેમની પત્નીને ગીફટ અને રોકડ કવર આપતા જતા હતા. આ તમામ વસ્તુ તેઓને બેસવાના સોફા પાછળ રાખ્યું હતું. આ બેગ કોઇ છોકરી લઇને ભાગી ગઇ હતી ત્યારબાદ પોલીસ કંન્ટ્રોલ રૂમમાં કોલ કર્યા હતો. આ બેગમાં રૂા.1 લાખનો આઇફોન, દાગીના અને રોકડ કવર સહિત રૂા.3.82 લાખ હતાં. જે કોઇ ચોરી કરી લઇ જતા આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી આ છોકરી અંગે તપાસ કરતા કયાંય મળી આવી નહોતી. પોલીસે તપાસ કરતા આ તસ્કરી કરતી છોકરીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતાં તેની શોધખોળ કરવામાં આવી રહી છે.