નવાગામ ઘેડ વિસ્તારમાં દિનદહાડે તસ્કરો ત્રાટક્યા, રૂા.3.50 લાખની ચોરી
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક જીઆરડી ગાર્ડ ના માત્ર એક કલાક પૂરતા બંધ રહેલા મકાનને ધોળે દહાડે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી રૂૂપિયા સાડા ત્રણ લાખની માલમતા ની ચોરી ચોરી કરી ગયાની ફરીયાદસિટી બી. ડિવિઝન પોલીસમાં નોંધાવાઇ છે.
જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ મધુરમ રેસીડેન્સીમાં રહેતા અને જી.આર.ડી. માં ફરજ બજાવતા હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ના મકાનને ગઈકાલે કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.
તેઓ બપોરે એકાદ વાગ્યા ના અરસામાં મકાનને તાળું મારીને બહાર ગયા હતા અને બપોરે બે વાગ્યે તેઓ પરત ફરતા તેમના મકાનમાંથી ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
કોઈ તસકરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલા રૂૂપિયા 3,23,00 ની કિંમત ના સોના ચાંદીના દાગીના તેમાં 30,000 ની રોકડ રકમ સહિત રૂૂપિયા સાડા ત્રણ લાખની માલ મત્તા ઉઠાવી ગયા હતા.
જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સીટી બી. ડિવિઝન પોલીસ કાફલો દોડતો થયો છે, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત શરૂૂ કરી છે.