For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન!

12:40 PM Nov 20, 2024 IST | Bhumika
લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન
Advertisement

જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા દ્વારા લાખો રૂૂપિયાના ખર્ચે અનેક ટ્રાફિક સિગ્નલો સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આ સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મોટાભાગના સિગ્નલો બંધ હાલતમાં છે અને કામ કરતા નથી.

જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની છે.શહેરના નાગરિકોના મતે, મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા લાખો રૂૂપિયાના ખર્ચે આ ટ્રાફિક સિગ્નલો સ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આ સિગ્નલોની જાળવણીનો અભાવ જોવા મળે છે. અનેક સર્કલો પર ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને સિગ્નલોની ખરાબ હાલતને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. શહેરના નાગરિકોની પરસેવાની કમાણીથી એકત્રિત થયેલા કરોડો રૂૂપિયાનો આ રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. આ સમસ્યા અંગે શહેરના રાજકીય પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

Advertisement

શહેરના નાગરિકો પૂછે છે કે, આ ટ્રાફિક સિગ્નલો માત્ર શોભાના ગાંઠિયા બનવા માટે જ સ્થાપિત કરવામાં આવ્યા હતા? શહેરના વિકાસ માટે ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જ મહત્વની છે. પરંતુ જામનગરમાં ટ્રાફિક વ્યવસ્થાની દયનીય સ્થિતિ જોઈને શહેરના વિકાસ પર પ્રશ્નાર્થ ઊભો થાય છે. મહાનગરપાલિકાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ખરાબ હાલતમાં આવેલા ટ્રાફિક સિગ્નલોની મરામત કરવી જોઈએ અને નવા સિગ્નલો સ્થાપિત કરવા જોઈએ. સાથે સાથે ટ્રાફિક પોલીસની સંખ્યામાં વધારો કરીને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવું જરૂૂરી છે. જો આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો શહેરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે. આથી મહાનગરપાલિકાએ આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરીને યોગ્ય પગલાં લેવા જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement