For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ

11:05 AM Oct 17, 2025 IST | Bhumika
ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા કર્મચારી હેલ્મેટ ડ્રાઇવ યોજાઈ

સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવતા 45 કર્મચારી પકડાયા

Advertisement

ખંભાળિયામાં ગઈકાલે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. ટી.ડી. ચુડાસમા તેમજ તેમની ટીમ દ્વારા સરકારી કર્મચારીઓ માટેની ખાસ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને હેલ્મેટ ન પહેરવાને કારણે ગંભીર અકસ્માતનો ભોગ ન બનવું પડે જે માટે નસ્ત્રસરકારી કર્મચારી જાહેર જનતા માટે રોલ મોડલ બનેસ્ત્રસ્ત્ર તે હેતુથી ખંભાળિયામાં આવેલા જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે સરકારી કર્મચારી માટે આ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કુલ 45 કર્મચારીઓ હેલ્મેટ વગર હોવાનું માલુમ પડતા તેઓ પાસેથી રૂૂ. 22,500 નો હાજર દંડ વસૂલી, કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement