For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ, 21 વાહનચાલકો દંડાયા

01:19 PM Jul 28, 2025 IST | Bhumika
મોરબીમાં ટ્રાફિક પોલીની મેગા ડ્રાઇવ  21 વાહનચાલકો દંડાયા

નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂા.5.66 લાખનો દંડ વસૂલાયો

Advertisement

મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે અને ગઈકાલે એક જ દિવસમાં અલગ અલગ રસ્તાઓ ઉપર ચેકીંગ કરી બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, ઓવરલોડ સહિતના જુદા-જુદા નિયમ ભંગ સબબ 241 વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી 5.66 લાખ રૂૂપિયા દંડ વસુલ કર્યો હતો.

મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન આપેલ સૂચના અન્વયે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ગઈકાલે તા. 25/07/2025ના રોજ અલગ -અલગ હાઈવે ઉપર ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કાળા કાચ વાળા 37 વાહનો,ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનો ઉપરાંત મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂૂ.5.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

મોરબી શહેરમાં વિવિધ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા આજથી વાહન ચેકીંગ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ તા.29 સુધી ચાલવાની છે. જેમાં ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ ન હોવી, બ્લેક ફિલ્મ તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં પીએસઆઈ ડી.બી. ઠક્કર સહિતની ટિમ રોકાયેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement