રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર રસ્તાના કામને કારણે ટ્રાફિકજામ
05:45 PM Jun 26, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ ગોંડલ હાઈવે પર સિકસ લેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ધીમી ગતિએ ચાલતાં આ કામના કારણે અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગોંડલ હાઈવેના રોડના કામના કારણે આજે ફરી ટ્રાફિકજામ સર્જાયો હતો. રાજકોટનાં કોઠારિયા સોલવન્ટથી શાપર સુધીના માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. એક તરફ વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો સાવચેતી પૂર્વક વાહન ચલાવતાં હોય ધીમીગતિએ વાહન ચલાવવાના કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. આજે સવારે કોઠારીયા સોલવન્ટથી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પાંચ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી હતી. આજી ડેમ પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિકની અલગ અલગ ટીમોએ ભારે જહેમત બાદ ત્રણ કલાક પછી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો
Advertisement
Next Article
Advertisement