શાપર વેરાવળમાં ટ્રાફિક ડ્રાઈવ, નિયમનો ભંગ કરનાર સામે કાયર્વાહી
હેલ્મેટ,લાઇસન્સ વગર તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ
શાપર વેરાવળ પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા ટ્રાફીક ઝુબેંશ અતર્ગત હેલ્મેટ,લાયસન્સ વગર ટ્રાફીકને અડચણરૂૂપ વાહન ચલાવતા ચાલકો વીરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હીમકરસિંહ દ્વારા જિલ્લામા અકસ્માતના બનાવો બનતા અટકાવવા લાયાસન્સ, હેલ્મેટ પહેર્યા વગર તથા ટ્રાફીકને અડચણરૂૂપ વાહનચાલકો વીરુધ્ધ કેસો કરવા ખાસ સુચના આપેલ હોય જે અતર્ગત ગોંડલ ડી.વાય.એસ.પી કે.ઝી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણા સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગ કરી હેલ્મેટ વગરના તથા ત્રીપલ સવારી તથા અડચણરૂૂપ વાહન પાર્કીંગ વાહન ચાલકોને કુલ પર એન.સી કરી 18400નો દંડ વસુલ કર્યો હતો. જેમાં હેલ્મેટ વગર 21 કેસો,ચાલુ મો.સા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પાંચ ઝડપાયા હતા તેમજ ત્રીપલ સવારી 19,ટ્રાફિકને અડચણરૂૂપ પાર્કીંગ - 5 સીટ બેલ્ટ વગરના બે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ટ્રાફીક એવેરનેસ અંગેના 250 પેમ્પલેટ વીતરણ કરવામા આવેલ છે.
