For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ, 122 વાહનો વિરુદ્ધ કેસ

11:55 AM Apr 19, 2025 IST | Bhumika
ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ  122 વાહનો વિરુદ્ધ કેસ

ગીર સોમનાથ જીલ્લામા વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે જીલ્લા ટ્રાફીક શાખા દ્રારા વાહન ચેકિંગ ડ્રાઇવ કરી કુલ 122 કેસો કરેલ તથા કુલ રૂૂ.84800 નો દંડ વસુલવામા આવેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા એ સુચના આપેલ જે અનુસંધાને ઉપરોકત ડ્રાઇવ અંગે તા.15 થી તા.16 બે દિવસ સુધી ખાસ ડ્રાઇવનુ આયોજન કરી ગીર સોમનાથ જીલ્લામા આલગ અલગ જગ્યાએ વાહનો નું ચેકીંગ કરવામા આવેલ જેમાં જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા કોડિનાર તથા સુત્રાપાડા ખાતે આવેલ કંપનીના ભારે વાહનનુ ચેકિંગ કરવામા આવેલ જેમા વાહન ચેકિંગ દરમ્યાન ઓવર લોડીંગ તથા આર.ટી.ઓ લગર કાગળો તથા સીટ બેલ્ટ ,રોયલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, વિગરે કાગળો ચેક કરવામા આવેલ તેમજ વધુ ગતી તથા નશાયુકત ડ્રાઇવરોનુ ચેકિંગ કરવામા આવેલ હતુ જેમા MvAct NC કેસ 109 તથા સ્થળ દંડ રૂૂ.51,100 ખદઅભિં 207 મુજબ વાહન ડિટેન 04 છઝઘ દંડ રૂૂ.33700 તથા ટઘઈ.ઈ-ચલણ 13 એમ કુલ કેસ 122 તથા કુલ દંડ રૂૂ.84800 વસુલવામા આવેલ છે. આ કામગીરી જીલ્લા ટ્રાફિક શાખા ના પોલીસ સબ ઇન્સ. જે.આર. ડાંગર તથા જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્રારા કરવામા આવેલ જેમા હાઇવે રોડ મા લેન ભંગ તથા રોંગ સાઇડ વાહનો ન ચલાવવા સુચનાઓ આપી તેમજ ટ્રાફિક ના નિયમોનુ પાલન ન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક્ના નિયમો પાલન કરાવી અવગત કરવાતી જીલ્લા ટ્રાફિક પોલીસ ગીર સોમનાથ અને હજુ પણ ટ્રાફિક્ના નીયમોનુ પાલન કરાવવાની કામગીરી આગામી દિવસો મા પણ ચાલુ રાખવામા આવનાર હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement