ટ્રાફિક બ્રાંચ કાગળિયા લખીને થાકી, છતા ટ્રાફિક સિગ્નલો ચાલુ
બળબળતી બપોરે ટ્રાફિક સિગ્નલો બંધ કરવામાં કોર્પોરેશનની અવળચંડાઇ, હિટવેવની ગાઇડલાઇનનો પણ ઉલાળિયો
ઉનાળાનાં ધોમધખતા તાપમા ગરમીનો પારો 4પ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે રાજકોટમા ધોમ ધખતા ઉનાળામા બળબળતી બપોરે શહેરનાં અનેક ચોકમા ટ્રાફીક સિગ્નલો ચાલુ રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. હીટવેવની ગાઇડ લાઇન મુજબ બપોરે 1 થી પ ટ્રાફીક સિગ્નલ બંધ રાખવાની ગાઇડ લાઇનનો પણ ઉલાળીયો કરવામા આવી રહયો છે. ગરમીમા ટ્રાફીક સિગ્નલ પર રાજકોટ વાસીઓને ઉભા રહેવા મજબુર કરવા માટે મનપાનાં ટ્રાફીક અને ટ્રાન્સપોર્ટ બ્રાન્ચનાં અધીકારીઓ જવાબદાર હોવાનુ જાણવા મળી રહયુ છે. શહેરની ટ્રાફીક પોલીસ દ્વારા મનપાને 3 વખત કાગળીયા લખી ટ્રાફીક સિગ્નલ બંધ રાખવા જણાવ્યુ હોવા છતા મનપાનાં નિંભર તંત્રને ટ્રાફીક સિગ્નલ બંધ રાખવામા જાણે રસ નથી તેવી સ્પષ્ટ દેખાઇ રહયુ છે.
રાજકોટ શહેરમા અલગ અલગ ર6 થી વધુ ટ્રાફીક સિગ્નલો હોય જેનુ મેનેજમેન્ટ મનપાનાં ટ્રાફીક અને ટ્રાન્સપોર્ટ બ્રાંચ દ્વારા કરવામા આવે છે. ટ્રાફીક સિગ્નલો બપોરે 1 થી પ અને રાત્રે 10 પછી બંધ રાખવાનુ ટ્રાફીક પોલીસ દ્વારા મનપાને લેખીતમા 3 વખત આપ્યા છતા ભર બપોરે બળબળતા તાપમા ટ્રાફીક સિગ્નલો ચાલુ રાખવામા આવે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી રાજકોટમા ગરમીનો પારો 4પ ડીગ્રી પહોંચી ગયો છે અને આવી ગરમીમા લોકોને મનપાનાં પાપે 1 થી પ સુધી ટ્રાફીક બંધ નહી રહેતા ધરાર સિગ્નલ પર ઉભુ રહેવુ પડે છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગરમીનો પારો હજુ પણ વધવાની શકયતા છે અને હવામાન ખાતા દ્વારા હજુ પણ ભારે ગરમીની આગાહી કરવામા આવી છે ત્યારે બપોરે 1 થી પ ટ્રાફીક સિગ્નલો બંધ રાખવા કલેકટર દ્વારા હીટવેવની ગાઇડ લાઇનમા ખાસ ઉલ્લેખ કરવામા આવ્યો છે ત્યારે કલેકટરની ગાઇડ લાઇનનુ પણ મનપા ઉલાળીયો કરી રહી હોય તેવુ દેખાઇ રહયુ છે.
ટ્રાફીક સિગ્નલનુ મોનીટરીંગ કરતી મનપાની ટ્રાફીક અને ટ્રાન્સપોર્ટ બ્રાંચને 3 વખત લેખીતમા સુચન કર્યા છતા કોઇ કારણસર ટ્રાફીક પોલીસનાં આ સુચનનો અમલ થતો નથી. ઉપરાંત શહેરમા અનેક સિગ્નલો તો રાત્રે 1ર વાગ્યા સુધી ચાલુ રહે છે જેનાં કારણે યોગ્ય ટ્રાફીક મેનેજમેન્ટ થતુ હોય ત્યા પણ ટ્રાફીક જામની સ્થીતી ઉભી થાય છે તેમજ કેટલાક સિગ્નલોએ ઉતાવળે વાહન ચાલકો સિગ્નલ બંધ હોવા છતા પુરપાટ ઝડપે વાહનો લઇને નીકળે છે ત્યારે અકસ્માતની પણ સંભાવના રહે છે આ મામલે રાજકોટની જનતાના હિતમા વિચાર કરી મનપાનાં સતાધીશોને તાત્કાલીક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે.
અમુક ટ્રાફિક સિગ્નલો રાતભર ચાલુ રહે છે!
શહેમરાં ટાફિક શિગ્નલ વ્યવસ્થામા ંતંત્ર વાંકે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે. હિટવેવના એક અઠવાડિયા બાદ પણ બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાના કલેક્ટરના હુકમનો અમલ થયો નથી અને કોર્પોરેશનનું તંત્ર હજુ ચાંચુડી ઘડાવું છું જેવું વલણ અપનાવી રહ્યું છે. ત્યાં રાત્રે પણ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાના બદલે અમુક સિગ્નલ રાત આખી ચાલુ રહેતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. રાત આખી ટ્રાફિક સિગ્નલ ચાલુ રાખવામાં કોર્પોરેશન તંત્રની બેદરકારી કારણભુત ગણાવાય છે.
બદલતા સમયના કારણે સમસ્યા સર્જાઈ : કોર્પોરેશન
શહેરમાં ઉનાળાના ધોમધખતા તડકામાં બપોરના સમયે વાહન ચાલકો પરેશાન ન થાય તે માટે તંત્ર દ્વારા બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ અમલવારીમાં ધાંધિયા થતાં હોવાની ફરિયાદો ઉઠતા આ મુદ્દે મહાનગરપાલિકાના આઈટી વિભાગમાં પુછપરછ કરતા માલુમ પડેલ કે, આઈવે પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ફીટ કરવામાં આવેલા એક હજારથી વધુ કેમેરા અને ટ્રાફિક સિગ્નલનું સંચાલન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે સિગ્નલો બંધ રાખવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા પ્રથમ પરિપત્ર કરવામા આવેલ જેમાં સમય 1 થી :30 દરમિયાનનનો દર્શાવવામાં આવેલ ત્યાર બાદ સરકારની સૂચના મળતા સમયમાં ફેરફાર કરેલ અને તા. 8 એપ્રિલના રોજ ટ્રાફિક વિભાગે ફરી વખત પરીપત્ર કરી સિગ્નલનો સમય બપોરના 1 થી 5 કરવામાં આવ્યો હતો. જેના લીધે તમામ સિગ્નલોના સમયમાં ફેરફાર કરવા માટેનો પ્રારંભ શરૂ કરવામાં આવ્યો છે. કમાન એન્ડ ક્ધટ્રોલ સેન્ટર ખાતેથી તમામ સિગ્નલનો સમય ચેન્જ કરવા માટે એક-બે દિવસનો સમય લાગશે ત્યાર બાદ તમામ સિગ્નલો બપોરના 1થી 5 બંધ રહેશે. તેમ જણાવ્યું હતું.