સાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ
શાહીવાળી ગલી, મેઈન બજારમાં સ્થિત જાહેર મુતરડીમાં ગંભીર ઉભરાણીની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 30/09/2025થી આ સમસ્યા વધુ વકરી છે,જેના કારણે વેપારીઓને દુકાનોમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે.આ દુર્ગંધથી બજારનું વાતાવરણ બગડ્યું છે, જેની અસર વેપાર અને ગ્રાહકોની અવરજવર પર પણ પડી રહી છે.
આ મુદ્દે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકામાં તા. 01/10/2025ના રોજ નામજોગ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વેપારીઓની પ્રાથમિક અને એકમાત્ર માંગ છે કે જાહેર મુતરડીની નિયમિત અને દરરોજ સફાઈ કરવામાં આવે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે. વેપારીઓ સાવરકુંડલા નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લઈને જાહેર મુતરડીની સફાઈની વ્યવસ્થા નિયમિત કરવામાં આવે, જેથી વેપારીઓ અને નાગરિકોને રાહત મળે.