કેશોદ ચાર ચોક પાસે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા વેપારીઓમાં રોષ
તાત્કાલિક ધોરણે પ્રશ્ર્ન ઉકેલવા માંગ
કેશોદ ચારચોક પાસે અને રેલવે અન્ડર બ્રીજ ની ઉપર આવેલી દુકાનો પર જવાના રસ્તા પર અન્ડર બન્યુ ત્યારે પાણી નો નિકાલ ની વ્યવસ્થા ન કરાતાં આ ચારચોકમાં આવેલ અન્ડર બ્રીજ આસપાસ ની દુકાનો ના માગે પર પાણી ભરાતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. કેશોદ દશેરા ઉત્સવ સમયે કેશોદ ના ચારચોક પાસે એન્ડર બ્રિજ ના કારણે પાણી નો નિકાલ ન થતાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં વેપારીઓએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
કેશોદ ચારચોકમાં વરસાદી પાણી અને કિચળ જામયુ છે ત્યારે હાલમાં તહેવારોના દિવસોમાં આ વિસ્તારમાં વેપારીઓને ત્યાં કોઈ પણ ગ્રાહક ખરિદી અથે જાયતો તેમને આવા કિચડમાં ખરીદી કરવી પડે ત્યારે આ પ્રશ્ર્ન ઉકેલવાની માંગણી તથા અન્ડર બ્રીજ ના પાણી નો નિકાલ ન થતાં ચારચોક અન્ડર પાસ આસપાસ ની દુકાનોમાં પાણી ભરાયેલા હોવાનું દુકાનદાર સંજયભાઈ દેવાણી એ જણાવ્યું છે અને તેઓએ આ પ્રશ્ર્ન વહેલાસર ઉકેલાઈ તેવી તંત્ર પાસે માંગ પણ કરી છે. (તસવીર: પ્રકાશ દવે-કેશોદ)