રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં વેપારી-માલધારીના હૃદયરોગના હુમલાથી મોત

01:55 PM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક વેપારી અને માલધારીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલી જયંત કેજી સોસાયટીમાં રહેતા અને કરણપરામાં શ્રીજી વેલ્વેટ સ્ટોર નામે પડદાનો વેપાર કરતા સંદીપભાઈ ગિરીશભાઈ ગણાત્રા નામનો 41 વર્ષનો યુવાન સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં આનંદ બંગલા ચોક પાસે અશોક ગાર્ડનની બાજુમાં હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો સંદીપ ગણાત્રાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સંદીપ ગણાત્રા બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે સંદીપ ગણાત્રા તેના મિત્ર સાથે બિલ્ડીંગમાં પડદાનું માપ સાઈઝ લેવા માટે ગયો હતો ત્યારે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા મનહરપુર-1માં રહેતા પ્રભાતભાઈ નારાયણભાઈ શિયાળ નામના 47 વર્ષના માલધારી પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પ્રભાતભાઇ શિયાળને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ પ્રભાતભાઈ શિયાળે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રભાતભાઈ શિયાળ ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે પ્રભાતભાઈ પશુપાલનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement