વાંકાનેરમાં પોલીસને બાતમી આપ્યાની શંકાએ વેપારી ઉપર ત્રિપુટીનો હુમલો : લૂંટનો આક્ષેપ
વાંકાનેરમાં પંદર દિવસ પૂર્વે ઝડપાયેલા દારૂૂની બાતમી આપ્યાની શંકાએ વેપારી આધેડ ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો હુમલાખોર શખ્સોએ ઇજાગ્રસ્ત વેપારી પાસેથી રૂા.8,000 ની રોકડ અને કાંડા ઘડિયાળની લૂંટ ચલાવવી હોવાના આક્ષેપ સાથે વેપારી આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલા દિવાનપરા વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રમણીકલાલ ખીરૈયા નામના 55 વર્ષના આધેડ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે રિતેશ વનરાજ ઝાલા અને બે અજાણ્યા શખ્સઈએ લોખંડના પાના વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે રાજકોટ સીવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં નીતિનભાઈ ખીરૈયાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અને નીતિનભાઈ ખીરૈયા પોતાના ઘર પાસે જ ગફોપાલ ટી સ્ટોલ નામે ચાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. હુમલાખોર શખ્સનો ભાઈ પંદર દિવસ પૂર્વે દારૂૂ સાથે ઝડપાયો હતો જે દારૂૂની બાતમી નીતિનભાઈ ખીરૈયાએ પોલીસને આપ્યાની શંકાએ માર મારી રૂા.8,000 ની રોકડ અને કંડા ઘડિયાળની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.