નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
11:47 AM Apr 29, 2025 IST | Bhumika
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે કારગીલ બંદરથી દરિયાની ખારી રેતી ભરીને કોઈ શખ્સ પસાર થતો હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવેલી વોચમાં નાવદ્રા ગામ વિસ્તારમાંથી એક ટ્રેક્ટરમાં બિનઅધિકૃત રીતે દરિયાઈ રેતી ભરીને નીકળેલા આ ટ્રેક્ટર ચાલકને ટ્રોલી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં જી.જે. 37 એમ. 5925 નંબરના રેતી ભરેલા ટ્રેક્ટર તેમજ ટ્રોલી સાથે નાવદ્રા ગામના નથુ ગોવાભાઈ ગોધમ નામના 30 વર્ષના શખ્સની પોલીસે અટકાયત કરી, આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (તસવીર : કુંજન રાડિયા)
Advertisement
Advertisement