રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રૈયા પાસે જાહેરમાં બાંધકામ વેસ્ટ નાખતું ટ્રેક્ટર પકડાયું

05:01 PM Mar 01, 2024 IST | Bhumika
Advertisement

સ્વચ્છ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં આજે રૈયા ગામ પાસે બાંધકામ વેસ્ટ ઠલવતું ટ્રેક્ટર ઝડપાતા રૂા. 7,500નો દંડ તેમજ જાહેરમાં થુકતા 12 વ્યક્તિને ઈમેમો અને જાહેરમાં કચરો સળગાવતા સફાઈકામદારને પકડી પાડી દંડ કરવામાં આવ્યો હતો.

Advertisement

નિર્મળ ગુજરાત-2.0 અભિયાન અંતર્ગત રૈયા ગામ પાસે જાહેરમાં સી ફળા; ડી વેસ્ટ નાખતા ટ્રેક્ટર માલિક પાસેથી રૂૂ.7,500/-નો દંડ વસુલ કરવામાં આવેલ. આજ તા.01-03-2024ના રોજ વોર્ડ નંબર 9 ખાતે આવેલ રૈયા ગામ પાસે મુજકા ગામ રાજકોટ ટ્રેકટર નંબર ૠઉં 3 ઉઉ 6176 દ્વારા ઈ એન્ડ ઉ વેસ્ટ નાખતા શભભભ દ્વારા જાણ થતાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ બેસ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ દ્વારા ટ્રેકટર માલિક પાસેથી રૂૂ.7,500/-નો દંડ વસૂલ કરેલ છે.

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.29-02- 2024 ના રોજ 12 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1531 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 541 સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.29-02-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 15 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ તા.29-02-2024 ના રોજ વોર્ડ નંબર-4 માં ફરજ બજાવતા સફાઈ કામદાર કેમેરા મારફત કચરો સળગાવતા ધ્યાને આવેલ હતા જેઓને રૂૂપિયા 250/- દંડ કરવામાં આવેલ હતો. ઉપરોકત કામગિરી માનનિય મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડએન્ડ કંટ્રોલ સેન્ટરના નોડલ ઓફિસરશ્રી વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement