ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દરેડ GIDCના કારખાનામાંથી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશ

01:52 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દરેડ સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) ઉદ્યોગનગરમાં કાર્યરત બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં જી.પી.સી.બી. દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, આ કારખાનું જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખનું હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે સમગ્ર ઔદ્યોગિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જી.પી.સી.બી. ની જામનગર સ્થિત પ્રાદેશિક કચેરીને મળેલી બાતમીના આધારે અધિકારીઓની એક ટીમે દરેડ જીઆઇડીસી ફેઝ-3 મા આવેલા બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ એકમ પર તપાસ હાથ ધરી હતી. આ એકમના માલિક મનસુખભાઇ ચૌહાણ છે, જેઓ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. તાજેતરમા મનસુખભાઇ એલ. ચૌહાણ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ છે તે શંકર ટેકરી ખાતે આવેલા એસોસિએશન દ્વારા સ્થાપિત થનારા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે.

જી.પી.સી.બી. ના જામનગર કચેરીના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, નસ્ત્રબીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સના નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું. આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અને અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતા છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.

અધિકારી ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે. એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે.સ્ત્રસ્ત્ર દરોડા દરમિયાન જી.પી.સી.બી. ની ટીમે જરૂૂરી નમૂનાઓ એકત્રિત કર્યા છે અને પ્રાથમિક તપાસના અંતે કારખાનાના સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે, જેના પગલે આગામી દિવસોમાં કડક કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.

 

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement