મોરબીમાં રૂા.1.50 કરોડના ખર્ચે રિનોવેટેડ ટાઉનહોલ ભંગાર બની ગયો
12:24 PM Oct 15, 2025 IST
|
Bhumika
Advertisement
નગરપાલિકાના ટાઉનહોલનું 1.50 કરોડના ખર્ચે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું જોકે આઠ વર્ષના સમયમાં ટાઉન હોલની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે જ્યાં શ્વાન આંટા ફેરા કરી રહ્યા છે અને ગંદકી જ ગંદકી નજરે પડી રહી છે મોરબી નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં રીનોવેશનના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખે અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબીનું એકમાત્ર મંચ જ્યાં ભૂતકાળમાં નાટક, વિદ્યાર્થી સન્માન સમારોહ અને સામાજિક કાર્યક્રમો થતા હતા. ભ્રષ્ટાચારી સત્તાધીશોના પાપે હાલ ટાઉન હોલમાં ઉભા રહી સકાય તેવી સ્થિતિ રહી નથી ટાઉન હોલની હાલત એક ગોડાઉન જેવી કરી નાખી છે જેની તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક નેતાઓના તપેલા ચડી જાય તેમ પુષ્પરાજસિંહે જણાવ્યું હતું.
Advertisement
Next Article
Advertisement