સુરતમાં ધોધમાર વરસાદ: લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
02:19 PM Sep 19, 2025 IST | Bhumika
Advertisement
છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે આજે સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. લિંબાયત વિસ્તારમાં આજે માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.
શહેરના અન્ય વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હપાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Advertisement
એક તરફ જ્યાં વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હતી, ત્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Advertisement