હોમગાર્ડ ડે નિમિત્તે મશાલ રેલી યોજાઇ
01:34 PM Dec 06, 2025 IST | Bhumika
જામનગર શહેરમાં જિલ્લા હોમગાર્ડ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ-ડેની ઉજવણી અંતર્ગત પૂર્વ સંધ્યાએ જિલ્લા હોમગાર્ડઝ દ્વારા વિશાળ મશાલ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ અનીકેત શુક્લા તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા તથા ડે. કલેકટર સિવિલ ડિફેન્સ વી કે ઉપાધ્યાય અને નિવૃત હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં જામનગર શહેર યુનિટનાં તમામ અધિકારીઓ અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો જોડાયેલા હતા.
Advertisement
Advertisement