પુજીત રૂપાણીના જન્મ દિવસના કાર્યક્રમમાં સંઘના ટોચના નેતાની હાજરી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂૂપાણીના સ્વર્ગસ્થ પુત્ર પૂજિતનો આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પૂજિત રૂૂપાણી ટ્રસ્ટના જરૂૂરિયાતમંદ બાળકોને બાલ ભવનમાં ફ્રી રાઇડ અને ભોજન માટેનો બાળ સંગમ કાર્યક્રમ દર વર્ષની જેમ આ વખતે યોજાયો હતો. જોકે પૂજિતનો જન્મદિવસ પ્રથમ વર્ષે વિજયભાઈની ગેરહાજરીમાં યોજાયો હતો.
આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યોની સાથે પૂર્વ CM વિજયભાઈના કાર્યકાળમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ મેયર, ધારાસભ્યો સહિતના જૂના જોગીઓ હાજર રહ્યાં હતા. આ તકે આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલે બાળકોની રાઈડમાં બેસ્યા હતા તો તેની બાજુની સીટ પર રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા બેસી ગયા હતા અને અંજલિબેન પાછળની સીટ પર બેઠા હતા.
જોકે લોકસભાના સાંસદ પરસોતમ રૂૂપાલા તેમ કહી બેઠા ન હતા કે આ બાળકોની રાઈડ છે તેમાં ન બેસવાનું હોય. આ તકે લોકસભાના સાંસદ પરસોત્તમ રૂૂપાલાએ બાળ સંગમ કાર્યક્રમને કરુણ મંગલ ગણાવતા જણાવ્યું હતું કે, પૂજિતનો પ્રથમ જન્મદિવસ વિજયભાઈની અનુપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે તેનો રંજ છે. આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંસબોલેએ જણાવ્યુ હતું કે, ગત મકરસંક્રાંતિમાં વિજયભાઈ અને અંજલિબેન દ્વારા મને આજના કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જોકે બાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ. આજના કાર્યક્રમમાં આવવું એ મારું કર્તવ્ય હતું, જેથી હું આવ્યો છું. પૂજિત રૂૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ખુબ જ સારા પ્રકલ્પ સાથે સેવાકીય પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. કચરો વીણતા બાળકોને અભ્યાસ આપવો એ ખૂબ જ મોટી બાબત છે.જ્યારે સ્વ. વિજય રૂૂપાણીના પત્ની અંજલીબેને જણાવ્યું હતું કે, સ્વ. વિજયની ગેરહાજરીમાં પૂજિતના જન્મદિવસે આજે બાળ સંગમ કાર્યક્રમ યોજાયો હતો.
જ્યારે આ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં નવા પ્રકલ્પો બાબતે પણ વિચારવામાં આવશે. આ તકે લોકસભાના સાંસદ પરસોત્તમ રૂૂપાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા.