For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના ટોચના IAS-IPS અધિકારીઓ સાયબર માફિયાઓના નિશાને

11:58 AM Nov 15, 2025 IST | admin
ગુજરાતના ટોચના ias ips અધિકારીઓ સાયબર માફિયાઓના નિશાને

Advertisement

માત્ર 2600 રૂપરડીમાં OTP વગર ટ્રાન્ઝેકશન કરી શકાય તેની ‘કીટ’ ટેલીગ્રામ ઉપર ઉપલબ્ધ; NFSU-ગોવા દ્વારા ફ્રોડથી બચવા સેમીનાર યોજાયો

Advertisement

ગુજરાતના વહીવટી તંત્રમાં ઊંચા હોદ્દા પર બેઠેલા અધિકારીઓ હવે માત્ર સરકારી નેટવર્ક નહીં, પણ સાયબર હુમલાખોરો અને જાસૂસી સંગઠનોના સીધા નિશાન બની રહ્યા છે. નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ઉપક્રમે યોજાયેલા Hacked 2.0‘ કાર્યક્રમમાં રાજ્યના ટોચના IAS અને IPS અધિકારીઓને આ આકરી વાસ્તવિકતાથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ સત્રમાં સ્પષ્ટ થયું કે સાયબર યુદ્ધના આગામી તબક્કામાં જટિલ ટેકનિકલ સાધનોની નહીં, પરંતુ માનવીય ભૂલોનો ઉપયોગ કરવામાં આવશે.

NFSU , ગોવાના કેમ્પસ ડિરેક્ટર પ્રો. નવીન કુમાર ચૌધરીએ સરકારી કચેરીઓમા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 (Digital Personal Data Protection Act, 2023) ના તાત્કાલિક અમલ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શાસનના દરેક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ વધતા, કર્મચારીઓને સાયબર સુરક્ષાના જોખમો ઓળખવા અને તેનો ઝડપથી જવાબ આપવા માટે તાલીમ આપવી સમયની માંગ છે.

NFSUના ડિજિટલ ફોરેન્સિક્સ સેન્ટરના વડા પ્રો. નિલય મિસ્ત્રીએ સાયબર હુમલાના કેટલાક ચોંકાવનારા નવા દૃશ્યો રજૂ કર્યા. તેમણે દર્શાવ્યું કે કેવી રીતે મલ્ટી-કલર QR કોડ ઇન્ટરનેટ કે GPS વગર પણ ડિવાઇસ ડેટા ચોરી શકે છે. આ ‘એર-ગેપ બાયપાસિંગ ’ હુમલાઓમા કોઈ ડિજિટલ પુરાવા કે IP લોગ બનતા નથી.

તેમણે ચેતવણી આપી કે માત્ર 30 (આશરે રૂ. 2,660 ) મા ગુનેગારો ટેલિગ્રામ-આધારિત કીટ ખરીદી શકે છે, જે લાઇવ OTP બાયપાસ કરી શકે છે. આ ઉપરાંત, જાહેર અધિકારીઓની પ્રતિષ્ઠા માટે મોટો ખતરો બની રહેલા ડીપફેક વિશે પણ માહિતી આપી, જેમાં એક જ ફોટોગ્રાફ પરથી બનાવટી ઈમેજ કે રિયલ-ટાઇમ વીડિયો કોલમાં ચહેરો બદલવાની ક્ષમતા વાળા ટૂલ્સનો સમાવેશ થાય છે.

સરકારી કાર્યક્રમના ઠરાવ, મિનિટસ ઓફ મીટિંગ જેવા ફાઇલ નેમ રાખી PDF મોકલી સાયબર ફ્રોડ કરાય છે
વરિષ્ઠ સાયબર સુરક્ષા નિષ્ણાત ધવલ સંપટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અદ્યતન ટેકનિકલ ઘૂસણખોરીના વધારા છતાં, હુમલાખોરો હજી પણ માનવીય મેનીપ્યુલેશનને પ્રાધાન્ય આપે છે. ફિશિંગ, વિશિંગ અને સ્પિયર ફિશિંગ હજી પણ મુખ્ય હુમલાના માર્ગો છે. તેમણે પાકિસ્તાન સ્થિત APT 36 જૂથનું ઉદાહરણ આપ્યું, જે રક્ષા મંત્રીની મીટિંગના મિનિટ્સ જેવા શીર્ષકવાળી દૂષિતPDF નો ઉપયોગ કરે છે, કારણ કે અધિકારીઓ મોકલનાર પર જન્મજાત વિશ્વાસ રાખે છે અને ફાઇલ ખોલી દે છે, જેનાથી માલવેર સિસ્ટમમાં ઇન્સ્ટોલ થઈ જાય છે અઈં-સંચાલિત ગુનાઓએ હેકર અને સત્તાના ઉચ્ચ પદ વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે. નિયમિતપણે પાસવર્ડ બદલવા, સમયસર બેકઅપ લેવા અને અસલી સોફ્ટવેર અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા જેવી સરળ ડિજિટલ સ્વચ્છતા જ સૌથી મજબૂત સંરક્ષણ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement