કાલની જામનગર-વડોદરા ટ્રેન અમદાવાદ સુધી જ દોડશે
04:02 PM Jun 24, 2025 IST | Bhumika
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 624 પર રી-ગર્ડરિંગ કાર્ય માટે 18 જૂન, 2025 ના રોજ મેગા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. 25 જૂન, ના રોજ ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12477 જામનગરશ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. ટ્રેનના સ્ટોપેજ, કોચની સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોને વેબસાઇટ www. enquiry. indian rail. gov.inની મુલાકાત લેવા યાદીમાં જણાવ્યું છે.
Advertisement
Advertisement