આવતીકાલે સરકારી કચેરીઓનો સમય સવારે 9.30થી સાંજે પ.10નો કરાયો
તમામ કર્મચારીઓ-અધિકારીઓએ ‘વંદે માતરમ’નું સામૂહિક ગાન અને સ્વદેશીના શપથ લેવા ફરજિયાત
સને 1875 માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ ’ નાં માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભુમિ માટેનાં ગર્વની એકસુત્રતાનાં સંદેશ થકી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઇ હતી જેના તા. 7 મી નવેમ્બર 2025 નાં રોજ 150 વર્ષ પુર્ણ થયેથી રાષ્ટ્ર ગીતનાં સન્માનમા વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાનુ નિર્ધારીત થયેલ છે. જેના પગલે આવતીકાલ તા. 7 મીએ તમામ સરકારી કચેરીઓનો સમય સવારે 9.30 થી સાંજે 5.10 વાગ્યા સુધીનો રાખવા પરિપત્ર જારી કરાયો છે.
આ દિવસે સવારે 9.30 વાગ્યે તમામ અધિકારીઓ / કર્મચારીઓએ હાજર રહી ‘વંદે માતરમ ’ રાષ્ટ્રગીતનુ સામુહિક ગાન કરવાનુ રહેશે. રાષ્ટ્રગીતનુ સામુહિક ગાન બાદ સ્વદેશીની શપથ લેવાની રહેશે . આ પરિપત્રનો અમલ તમામ વિભાગો, વિભાગો હસ્તકની ખાતાની વડાની કચેરીઓ તેમજ જીલ્લા કક્ષાની કચેરીઓ તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા તત્કાળ અમલમા મુકવાનો રહેશે.
સદર ઉજવણી માટે માન.મુખ્યમંત્રીની ઉપસ્થિતીમા સચિવાલય, વિધાનસભા પરિસર ખાતે તેમજ પ્રભારીમંત્રીની ઉપસ્થિતીમા જીલ્લાનાં મુખ્ય મથક ખાતે , જીલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતીમા જીલ્લા પંચાયત ખાતે તથા મેયરની ઉપસ્થિતીમા મહાનગરપાલિકાઓ ખાતે , જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતીમા જીલ્લા પોલીસ વડાની કચેરી તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતીમા તમામ નગરપાલીકાઓ ખાતે રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ ’ નાં મુળ સ્વરુપનુ સમુહગાન કરવામા આવે તથા સ્વદેશીની શપથ લેવામા આવે તે મુજબની વ્યવસ્થા કરવાની સુચનાઓ પરિપત્રિત કરવામા આવેલ છે.
