ભાવનગર પંથકમાં ટમેટાંના ભાવ ટાઇટ: કિંમત રૂા.100ને આંબી ગઇ
શાકભાજીની ખરીદી કરતા લોકો છેલ્લા ત્રણ દિવસ થી ટામેટા નો ભાવ સાંભળી ને સિસકારા નાખવા લાગ્યા છે. ભાવનગરના તળાજા ની શાકમાર્કેટમા પાંચજ દિવસમાં ટામેટાની બજાર લાલચોળ થઈગઈ છે.
ભાદરવાના વરસાદે ખેડૂતોને કરેલું નુકસાન તળાજા સહિત ગોહિલવાડ ના દરેક ઘરના રસોડા સુધી મોંઘવારી વધતા પહોંચીરહ્યું છે.પાંચ દિવસ પહેલા ટામેટા નો ભાવ 50-60 રૂૂપીયે કિલો હતા તેના બદલે બજાર ડબ્બલ થઈ ગઈ છે.ગઈકાલ માર્કેટમા છૂટક ભાવ 100-120 રૂૂપિયા હતો. જેની સામે હોલસેલ ભાવ યાર્ડમા 65-70 ના ભાવે વેપારીઓ ખરીદી કરી પાંચે દસ ટકા ખરાબો નીકળતા નફાનો ગાળો 20-30%થી વધુ રાખી ને વેચાણ કરી રહ્યા છે. હોલસેલ ટામેટા નો વેપાર કરતા ડી.કે પેઢીના સોયનખાન પઠાણ એ જણાવ્યું હતુ કે ટામેટા ના ભાવમાં અચાનક ઉછાળાનું કારણ વરસાદ છે.ગુજરાત સાથે મહારાષ્ટ્ર મા પણ વધુ વરસાદ હોવાના કારણે આ સીઝનમાં મહારાષ્ટ્ર થી આવતા ટામેટા બંધ થઈ ગયા છે.હાલ બેંગ્લોર અને કર્ણાટકથી માલ આવેછે.ટ્રાન્સપોર્ટેશન ના કારણે ટામેટા મોંઘાથયા છે.પંદરેક દિવસ બાદ મહારાષ્ટ્ર શરૂૂ થશે તો બજાર પચાસ ટકા જેટલી ઘટી શકેછે.
તળાજા સહિત ગોહિલવાડમા પણ દેશી ટામેટા નો પાક સારો થાયછે.તે ટામેટા આવતા હજુ બે મહિના લાગીજશે ત્યાં સુધી ટામેટા ની બજાર રૂૂ.50-60 ને પાર રહેશે. તળાજા સહિત ભાવનગર જિલ્લામાં ટામેટાની ખેતીથાય છે.સમગ્ર જિલ્લામાં વરસાદ તાજેતરમાં પડ્યો.આ વરસાદે અન્ય ખેત જણસ ને મોટું નુકસાન કર્યુછે ત્યારે ટામેટા ના પાક ને કેટલું નુકસાન કર્યુંછે તે એક સવાલ છે.ટામેટા ને વ્યાપક નુકસાન હશે તો ખેડૂતો સાથે દરેક ઘર પરિવાર ને પણ આર્થિક ભારણ વધશે.