ધો.10-12ની બોર્ડ પરીક્ષા માટે ટોઇ ફી હેલ્પલાઇન નંંબર જાહેર
11:43 AM Jun 07, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.23 શરૂૂ થતી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થી, વાલી તેમજ શાળાના સંચાલકો - શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નં.1800 233 5500 શરૂૂ કરવામાં આવશે.
Advertisement
આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા.16 જૂન 2025 થી તા.03 જૂલાઈ 2025 દરમિયાન સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે ટોલ ફ્રી નંબર દ્વારા અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે.
Next Article
Advertisement