રાજકોટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની આજની ફ્લાઈટો મોડી
રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની ઈન્ડીગોની આજની ફલાઈટ દોઢ થી બે કલાક મોડી ઉડાન ભરી હતી. હૈદરાબાદ અને ગોવામાં ધુમ્મસને કારણે એર ટ્રાફિકને અસર પહોચી હતી જેને કારણે રાજકોટ આવતી ઈન્ડીગોની બન્ને ફ્લાઈટના સમયમાં ફેરફાર થયો હતો. અને હૈદરાબાદ તેમજ ગોવાની ફ્લાઈટ રાજકોટ મોડી આવતા બન્ને ફ્લાઈટના ઉડાન ભરવાના સમય પણ બદલાયો હતો.
રાજકોટ હીરાસર એરપોર્ટથી ગોવા જતી ફ્લાઈટ નંબર 6E-155 રાજકોટ-ગોવા બપોરે 1.20 મીનીટે ઉડાન ભરી હતી જયારે ઈન્ડીગોની રાજકોટ હૈદરાબાદની ફ્લાઈટ નંબર 6E-6508 એ રાજકોટ હીરાસરથી સાંજે 5.05 મીનીટે ઉડાન ભરી હતી.એરપોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટથી ગોવા જતી ફ્લાઈટ નંબર 6E-155 રાજકોટ થી ગોવા માટે બપોરે 12 વાગે ઉડાન ભરે છે જયારે રાજકોટ હૈદરાબાદની ફ્લાઈટ નંબર 6E-155 બપોરે 3.55 મીનીટે ઉડાન ભરે છે. હૈદરાબાદ અને ગોવામાં ધુમ્મસને કારણે બન્ને ફ્લાઈટના સમયમાં ફેરફાર થયો હતો ગોવાની ફ્લાઈટ 1 કલાકને 20 મિનીટ અને હૈદરાબાદની ફ્લાઈટ 2 કલાકને 5 મિનીટ મોડી ઉડાન ભરી હતી. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી મુસાફરી કરનાર મુસાફરોને ફ્લાઈટ મોડી પડતા રાહ જોવી પડી હતી.