આજે દેશને મળશે પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેન, PM મોદી બતાવશે લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (16 સપ્ટેમ્બર) ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન PMમોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનને ભૂજ અને અમદાવાદ વચ્ચેની અન્ય વંદે ભારત ટ્રેનો સાથે લીલી ઝંડી આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે અને વંદે મેટ્રોની સવારી કરશે.
પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી વંદે મેટ્રો કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિકંદરાબાદ, આગ્રા કેન્ટથી બનારસ અને દુર્ગથી વિશાખાપટ્ટનમ સહિતના અનેક રૂટ પર દોડશે. PMOની પ્રેસ રિલીઝ અનુસાર, 20 કોચની પહેલી વંદે ભારત ટ્રેન વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે. આ મેટ્રો રૂટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મુસાફરો માત્ર રૂ. 35ના ખર્ચે એક કલાકમાં અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પહોંચી શકે છે.
આ મેટ્રો ટ્રેન અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. એક ફેઝ વન કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. જે 21 કિલોમીટર સુધી છે. શરૂઆતમાં મેટ્રો ગાંધીનગરના આઠ સ્ટેશનો પર દોડશે. આગામી સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી પહોંચશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદ-ભુજ વંદે મેટ્રો સેવા 9 સ્ટેશનો પર થોભશે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તે 5.45 કલાકમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. અધિકારીઓએ જણાવ્યું કે તે ભુજથી સવારે 5:05 કલાકે ઉપડશે અને સવારે 10:50 કલાકે અમદાવાદ જંકશન પહોંચશે.
PM મોદી આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે પીએમ ગાંધીનગરમાં રી-ઈન્વેસ્ટ 2024ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે. PM આજે કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, 35 મેગાવોટના BESS સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં 220 કિલોવોલ્ટ સબ-સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.