મનપા આયોજિત સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલનો આજે છેલ્લો દિવસ
વધુમાં વધુ લોકોને લાભ લેવા મનપાના પદાધિકારીઓનો અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’, એક જીલ્લો - એક ઉત્પાદન’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકર કરવા અને ભારત દેશને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના વિઝન સાકાર કરવા માટે સ્વદેશી ઉત્પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગની અધિસૂચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ની ઉજવણી અંતર્ગત તા.10-10-2025 થી તા.15-10-2025 દરમ્યાન ‘સ્વદેશી મેળો-2025 - શોપિંગ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવેલ છે. જેનો આજે છેલ્લો દિવસ હોય, રાતના 10:00 વાગ્યા સુધી મેળો રહેશે, તો વધુને વધુ શહેરીજનો મેળાની મુલાકાત લઈ દિવાળી ઉત્સવમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે તેવો અનુરોધ મનપાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારાનાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે આજે મેળાનો અંતિમ દિવસ હોઈ અને મેળો રાતના 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે તો પરિવાર સાથે આ સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટીવલની મુલાકાત લે અને સ્થાનિક ઉદ્યોગોને સમર્થન આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બને.