For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે વધુ 51 ધંધાર્થીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઝડપાયા

06:39 PM Feb 14, 2024 IST | Bhumika
આજે વધુ 51 ધંધાર્થીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ઝડપાયા

રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ફરી વખત મહા પ્લાસ્ટિક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં રોજે રોજ પ્રતિબંધીત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ ઝડપાઈ રહ્યા છે. જેમાં આજે પણ ત્રણેય ઝોનમાં ચેકીં કામગીરી દરમિયાન પ્રતિબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 51 આસામીઓ પાસેથી 8.3 કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી રૂા. 20750નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ 2021 અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આજ તા.14- 02-2024ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 51 આસામીઓ પાસેથી 8.3 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂૂ.20,750/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 08 આસામીઓ પાસેથી 02 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.4,250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 05 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.9,500/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 20 આસામીઓ પાસેથી 1.3 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂૂ.7,000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement