કાશ્મીર જવા માટે રાજકોટથી મુંબઈના બદલે અમદાવાદ-દિલ્હીનો ઓપ્શન આપી રઝળાવ્યા
રાજકોટ એરપોર્ટ પરથી પણ મોટી સંખ્યામાં એરલાઇન્સ ની ફ્લાઈટ રદ થતાં સૌરાષ્ટ્રના હજારો મુસાફરો રખડી પડ્યા છે. રાજકોટ થી ગોવા, કાશ્મીર, દિલ્હી મુંબઈ તેમજ અન્ય ફરવા લાયક સ્થળો પર જતા ટુરીસ્ટ પણ ફ્લાઈટ કેન્સલ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા 20 વર્ષથી ટ્રાવેલ એજન્સીના બિઝનેસ સાથે જોડાયેલા ટ્રાવેલ્સ સ્ટોરી ના સંચાલક નૈનેશ જટાનિયા પોતાનો અનુભવ શેર કરતાં જણાવે છે કે મારી 20 વર્ષની કારકિર્દીમાં આવા અનુભવ ક્યારેય નથી કર્યા. કેટલાક વર્ષો પહેલાં સ્પાઇસ જેટમાં કડવા અનુભવો જરૂૂર થયા હતા. પરંતુ આટલી હદે ફ્લાઇટ રદ થવાના અનુભવ આ વખતે થયા છે. નૈનેશભાઈ જણાવે છે કે રાજકોટ થી મુંબઈ અને મુંબઈથી એક ગ્રુપને લઈને શ્રીનગર અમે જવાના હતા. પરંતુ રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચ્યા બાદ અમને બોર્ડિંગ પાસ પણ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ 6:00 વાગ્યે કહેવામાં આવ્યું કે ફ્લાઇટ મોડી છે અને સવા સાત વાગે કહી દેવામાં આવ્યું કે હવે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
અમદાવાદ થી દિલ્હી ની ફ્લાઈટનું ઓપ્શન પણ આપવામાં આવ્યું પરંતુ અમદાવાદ સવારે 4 વાગ્યે પહોંચ્યા.. ઈન્ડિગો એલાઇન્સના કાઉન્ટર ટેબલ ઉપર બે કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ અમને કહી દેવામાં આવ્યું કે હવે અમદાવાદથી ઉપડનારી ફ્લાઈટ પણ રદ કરી દેવામાં આવી છે. મારી સાથે શ્રીનગર જનારું આખું ગ્રુપ નો પ્રવાસ પણ મોકૂફ રાખવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ઉપરાંત શ્રીનગર અને કાશ્મીરમાં હોટલ બુકીંગ કેન્સલ કરવા પડ્યા. ઈંક્ષમશલજ્ઞ તરફથી કેટલીક ફ્લાઈટ નું રિફંડ અમને મળ્યું છે જ્યારે રિટર્ન ટિકિટ નું રિફંડ તો હજુ સુધી પણ મળ્યું નથી. ક્રૂ મેમ્બર પાયલોટ તેમજ અન્ય સ્ટાફની અછતને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. પરંતુ મેનેજમેન્ટ લેવલે એરપોર્ટ ઉપર પણ તેઓ પરિસ્થિતિ સંભાળી શકવામા નિષ્ફળ ગયા છે. મોટા એરપોર્ટ ઉપર અનેક ફ્લાઈટ રદ થવાને કારણે પેસેન્જરનો લોડ કરવામાં આવેલો સામાન પણ પાછો લેવામાં ટુરિસ્ટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.