વડાપ્રધાનના જન્મદિવસને ઉજવવા તમામ પ્રાથમીક શાળાનો સમય સવારે 8 થી 11 કરાયો
મહારક્તદાન શિબિરમાં શિક્ષકો જોડાઇ શકે તે માટે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને તા.16ના રોજ સવારે બોલાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજયની તમામ સરકારી પ્રાથમીક શાળાનો સમય સવારે 8 થી 11 કરવામાં આવ્યો છે. તે દિવસના મહા રકતદાન કેમ્પના આયોજનની જવાબદારી રાજયના પ્રાથમિક શાળાના શિક્ષકો નિભાવી શકે તે માટે આજે નાયબ શિક્ષણ નિયામક દ્વારા આજે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે આજે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડીને તમામ જિલ્લાના શિક્ષણાધિકારી, પ્રાથમિશ શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને જણાવાયું છે કે ભારત સરકારના ઓપરેશન સિંદુરની સફળતા અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ તા. 16/09/2025ના રોજ સવારે 8-00 થી સાંજે 4-00 કલાક સુધી ગુજરાત રાજયમાં 300 કરતાં વધુ સ્થળોએ રાજયના તમામ કર્મચારીઓ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. રાજયના પ્રાથમિક શિક્ષકો પણ આ શિબિરમાં જોડાયેલ હોઈ આ સમાજોપયોગી ભગીરથ કાર્યમાં તમામ શિક્ષક ભાઈબહેનો યોગદાન આપી શકે તે માટે રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય તા.16/09/2025 ને મંગળવાર પુરતો સવારે 8-00 થી 11-00 સુધી કરવા માટે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે જરૂૂરી સૂચના આપવી.