ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

01:09 PM Oct 17, 2024 IST | admin
Advertisement

પોલીસે બચાવી લઇ સારવાર માટે દવાખાને ખસેડયા

Advertisement

જામનગરમાં રહેતા એક આધેડ પુરુષએ પુત્રનાં ત્રાસથી કંટાળી જઈ પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કરતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.શહેરમાં રહેતાં અરવિંદભાઈ સોલંકી નામના 58 વર્ષીય આધેડે ગઈકાલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેઓને તાબડતોબ જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા અને તુરંત સારવાર શરૂૂ કરવામાં આવી હતી.

પુત્રના ત્રાસથી કંટાળી જતા આખરે એક લાચાર પિતાએ પોલીસ મથકે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આગાઉ પણ પુત્ર પોતાનાં કહ્યામાં નહિ હોવાની અને પુત્ર સાથે કોઈએ આર્થિક વ્યવહાર નહિ કરવા અંગે પિતાએ જાહેરાત કરી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી સારવાર લઇ રહેલા અરવિંદભાઈ સોલંકીનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsjamanagarnewsjamanagrsuicidetry to suicide
Advertisement
Next Article
Advertisement