હળવદમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
હળવદમા રહેતા પ્રૌઢાએ ગૃહ કલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ હળવદમા આવેલા મામાનાં ચોરા પાસે રહેતા સુશીલાબેન કિશોરભાઇ ઝાલા નામનાં પર વર્ષનાં પ્રૌઢા સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. પ્રાથમીક તપાસમા સુશીલાબેન ઝાલાને સંતાનમા એક દિકરી છે. અને સુશીલાબેન ઝાલાએ ગૃહ કલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત બીજા બનાવમા શાપરમા રહેતી શ્રેયાબેન દભમપટા રાજપુત નામની 18 વર્ષની પરણીતા પોતાનાં ઘરે હતી ત્યારે તાવની વધારે પડતી ગોળીઓ પી લીધી હતી. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
