For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

12:12 PM Jan 15, 2025 IST | Bhumika
જેતપુરના ડુંગર ગામે ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

જસદણમાં પત્ની સંતાનો સાથે માવતરે ચાલી જતા યુવાને ફાંસો ખાધો
જેતપુરના ડુંગર ગામે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરના ડુંગર ગામે રહેતા અજય વલ્લભભાઇ લાલકીયા (ઉ.વ. 3ર) એ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો. બીજા બનાવમા રાજકોટ - જસદણ હાઇવે પર બળધોઇ ગામના પાટીયા પાસે રહેતા ભરતભાઇ વાઘજીભાઇ ડાંગર (ઉ.વ. 37) જસદણમા જુના માર્કેટ યાર્ડ પાસે હતો ત્યારે ગળેફાંસો ખાઇ લીધો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો પ્રાથમીક પુછપરછમા ભરત ડાંગરની પત્ની બાળકોને લઇને માવતરે જતી રહેતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement