આંબેડકરનગરમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ બિમારીના ટીકડા ખાધા
શહેરમાં કાલાવડ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી આયુર્વેદિક દવાની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી.પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાવણવા મળતી વિગત મુુજબ, કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતી શારદાબેન જીજ્ઞેશભાઈ ચૌહાણ નામની 35 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે ગૃહકલેશથી કંટાળી આયુર્વેદિક દવાના વધુ પડતાં ટીકડા ખાઈ લીધા હતાં. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બીજા બનાવમાં કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરામાં રહેતાં કૈલાસ પ્રવિણભાઈ ચૌહાણ (ઉ.28)ને પથરીના દુ:ખાવાથી મગજ ભમતો હોવાથી પારેવડી ચોકમાં હતો ત્યારે દવાની વધુ પડતી ગોળીઓ પી લીધી હતી. યુવકની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.