વૈશાલીનગરમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરનાં રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમા રહેતા પરણીતાએ પતિનાં ત્રાસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી મચી ગઇ છે . આ મામલે મૃતકનાં માવતરે આક્ષેપો કરતા તેમનાં પતિ વિરુધ્ધ ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરવામા આવી છે . વૈશાલીનગર શેરી નં 10 મા રહેતા દિવ્યાબેન વિશાલભાઇ રાઠોડ નામના પરણીતાએ ગઇકાલે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેમને સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા જયા તેઓનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ.
તેમને સંતાનમા બે પુત્ર છે. તેઓએ પાંચ વર્ષ પહેલા વિશાલ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પરીવારે આક્ષેપ કર્યો હતો કે આઠેક દિવસ પહેલા દિવ્યા ખાખડાબેલા રહેતા તેમનાં દાદાને ત્યા રોકાવા ગઇ હતી. ત્યા તેમના પતિનો કોલ આવ્યો હતો કે તુ ઘરે આવી જા અને ફોનમા થોડી રકઝક થઇ હતી. જેથી ગઇકાલે પરણીતાએ ઘરે આવી આ પગલુ ભરી લીધુ હતુ. દિવ્યા બે ભાઇ ચાર બહેનમા મોટા હતા અને તેમનાં પતિ રેલવેમા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરે છે અને તેમના પિતા હયાત નથી. મૃતકનાં પરીવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુકે દિવ્યાને તેનો પતિ વિશાલ ત્રાસ આપતો હોવાથી આ પગલુ ભરી લીધુ હતુ.