દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ નદીમાં ઝંપલાવ્યું
કોડીનારના કડોદરમાં દારૂના ઠેર-ઠેર હાટડાઓ, ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત
કોડીનાર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની પોટલીઓ ખુલ્લેઆમ વેચાય છે તાલુકાના બરડા ગામે શાળા નજીક જ દેશી દારૂૂની પોટલીઓ પીવાની મહેફિલો અને જાહેરમાં આળોટતા દારૂડિયા તેમજ એક મહિલા દારૂૂની પોટલી વચ્ચે નાના બાળકને પોટલી થી રમાડતી હોવાના વિડીયો વાયરલ થતા પોલીસે નામોશીથી બચવા આ વિડીયો જૂનો છે અમે તાલુકાના સરપંચોની મીટીંગ કરી છે તાલુકાના કોઈ ગામડામાં દારૂૂ વેચવા અંગે માહિતી આપશે તો કાર્યવાહી કરશું ના બણગા ફુકતા પોલીસ તંત્રને વધુ એક ગામના લોકોએ દારૂ વેચતા લોકોથી તંગ આવી જઈને લેખિતમાં એક વિસ્તૃત આવેદન પાઠવ્યું છે.
કોડીનાર તાલુકાના કડોદરા ગ્રામજનોએ ગામની અંદર જાહેરમાં વેચાતા દેશી દારૂના હાટડાઓ અંગે અને દારૂૂ વેચનારાઓની દાદા ગીરી વિશે ખુલ્લેઆમ અનેક માહિતી આ આવેદનપત્રમાં જણાવી છે.ત્યારે પોલીસ તંત્ર સબસલામતની છડી પોકારી રહી છે.તાજેતરમાં કોડીનારના અંબુજાનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અન્વયે તાત્કાલિક જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાની હાજરીમાં કોડીનારની સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની મહિલા અગ્રણી મોતીબેન ચાવડાએ કોડીનાર તાલુકાના તમામ ગામડાઓમાં વેચાતા દારૂૂના દૂષણની રડતા રડતા રજૂઆત કરી હતી અને ખૂબ જ ગંભીર રીતે જણાવ્યું હતું કે તેમની સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીમાં 10000 ઉપરાંત મહિલા સભાસદો છે જેમાં અનેક મહિલાઓના પતિઓ દારૂૂના દૂષણના ખપરમાં હોમાઈ ગયા હોવાથી વિધવાઓ બની ગઈ છે.
આ ચોકાવનારી ફરિયાદને પગલે જિલ્લા કલેકટરે યોગ્ય કરવા ખાતરી આપી હતી. પરંતુ પરિસ્થિતિ જેમની તેમ છે ત્યારે દેશી દારૂૂના દૂષણથી અનેક યુવાનો તેમના રવાડે ચડી જવાથી અને ઘરોમાં કુટુંબકલેશ થવા ઉપરાંત યુવાનો અકાળે વૃદ્ધ બનીને ભર યુવાનીમાં મૃત્યુ પામતા હોય અનેક વિધવા મહિલાઓ આ મંડળના સભ્યો હોવાનું જણાવ્યું છે થોડા દિવસ પહેલાં પણ એક મહિલા તેના દારૂૂડિયા પતિના ત્રાસથી કંટાળી જઈને આપઘાત કરવા માટે કોડીનારની નદીમાં ઝંપલાવ્યું હતું સદનસીબે આ મહિલાને નદીમાં ડૂબતી જોઈને ત્યાં હાજર રહેલ સ્થાનિક પોલીસ અને તરવૈયાઓની મદદથી આ મહિલાને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવી હતી અને સમયસર દવાખાને લઈ જવામાં આવતા તેનો જીવ તો બચી ગયો હતો પણ તે તેના દારૂૂડિયા પતિના ત્રાસથી વ્યથીત છે ત્યારે હજુ અનેક પરિવારોની મહિલાઓ તેમના દારૂૂડિયા પતિઓના ત્રાસ સહન કરી રહી છે.
ત્યારે કોડીનાર તાલુકા ભરમાં વેચાતા દારૂૂના દૂષણ અંગે વાડજ ચીભડા ગળી રહ્યું હોય તેવી પરિસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના નવ નિયુક્ત એસ. પી. સમક્ષ દારૂૂના દૈત્યને નાથવા માટેનો એક મોટો પડકાર ઊભો છે ત્યારે જિલ્લા પોલીસ વડા આ ગંભીર સમસ્યાનુ સમાધાન કરશે કે પછી તાજેતરમાં કોડીનાર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ઉનાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને જિલ્લાભરમાં તંત્રની મીઠી નજર હેઠળ અનેક દારૂૂના ધંધાથીઓ પાસેથી તંત્ર મોટી રકમના આપતા વસુલ કરીને ગાંધીનગર સુધી પહોંચાડતા હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા તે યથાવત રહેશે .ત્યારે કોડીનારનું પોલીસ તંત્ર કોડીનાર તાલુકામા અને શહેરભરમાં ચાલતા દેશી દારૂૂના હાટડા ઉપર અંકુશ લાવશે તેવી ભદ્ર સમાજના લોકોની માંગણી ઉઠી છે.