સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફર્યુ: મહિલા સહિત પાંચ લોકોનાં મોત
બીમારી સબબ તમામને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર ફર્યુ હોય તેમ મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જુદા જુદા સ્થળેથી બિમારી સબબ સારવાર માટે લવાયેલા મહિલા સહિત પાંચ લોકોની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટમાં રહેતા દિનેશભાઈ હરફચંદભાઈ ખેતાણ ી (ઉ.વ.72) બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે લપસી પડ્યા હતાં. વૃદ્ધનું સારવારમાં મોત નિપજ્યું હતું.
બીજા બનાવમાં ઢેબર રોડ ઉપર આવેલ હરીહર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ભવાનભાઈ હિરપરા ઉ.વ. 48ની બિમારી સબબ મોત નિપજ્યું હતું. નિલેશભાઈ બેભાઈ ત્રણ બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં બે પુત્રી છે. ગોંડલ રોડ ઉપર સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા પ્રિયકાંતભાઈ નારાયણભાઈ જોશી ઉ.વ. 79 બીમારી સબબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં તેમનુ ંમોત નિપજ્યું હતું.
ચોથા બનાવમાં ગુરૂપ્રસાદ ચોકમાં રહેતા મહેશભાઈ ભરતભાઈ ભટ્ટ ઉ.વ.44ને બીમારી સબબ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ પ્રૌઢ દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
પાંચમાં બનાવમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા મનોજભાઈ મોહનભાઈ પટ્ટણી ઉ.વ.65નું બિમારી સબબ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.