સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
5 જિલ્લામાં તહેવારો ઉપર 13થી વધુ DYSP, 150 PI-PSI, 1800 પોલીસ સાથે 2000થી વધુ હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો દ્રારા બંદોબસ્ત માટે તૈનાત રખાશે
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીએ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પાંચ જિલ્લાના એસપી સાથે કરેલી સમીક્ષા
સૌરાષ્ટ્રના પાંચ જીલ્લામાં જન્માષ્ટમી તહેવારો ઉપર અલગ અલગ ગામ અને શહેરમાં યોજાતા 44 નાના મોટા લોકમેળાઓ તેમજ જન્માષ્ટમી નિકળનાર 100 જેટલી શોભાયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઇને રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ,જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું,સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા,મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને દેવ-ભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતીશ પાંડે સાથે એક બેઠક યોજી પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરી હતી.
આજથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ જન્મ અને જન્માષ્ટમીના તહેવારોની ઉજવણી શરુ થઇ ગઈ છે. તહેવારોના પર્વ અન્વયે નિકળનાર રથયાત્રાઓ તથા યોજાનાર લોકમેળાઓ ઉજવાનાર હોય જેમાં વિશાળ પ્રમાણમાં લોકો આવતા હોય છે રાજકોટ રેન્જમાં ખાસ કરીને દેવભુમી દ્રારકા ખાતે આવેલ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પ્રખ્યાત તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ તહેવાર શાંતીમય વાતાવરણમા યોજાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નિકળનાર શોભાયાત્રા તથા યોજાનાર મેળા તેમજ મેળામાં રાખવામાં આવેલ પોલીસ બંદોબસ્ત બાબતે રેંજ આઈજી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં આશરે 100 જેટલી જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળનાર છે. જેમાં અંદાજે 1.15 લાખ થી વધુ માણસો ભાગ લઇ શકે છે.
પાંચ જિલ્લાઓમાં આશરે 90 થી વધુ જન્માષ્ટમીની શોભાયાત્રા અનુસંધાને 13 થી વધુ ડીવાયએસપી , 150 થી વધુ પીઆઈ-પીએસઆઈ તેમજ આશરે 1800 જેટલા એએસઆઈ,હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલ અને 2000 થી વધુ હોમગાર્ડ,ટીઆરબી અને જીઆરડી જવાનો દ્રારા બંદોબસ્તમાં તૈનાત રહેશે.સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં નિકળનાર રથયાત્રાના વિસ્તારોના આગેવાનો સાથે પોલીસ દ્રારા કુલ 80 થી વધુ શાંતિ સમીતીની મીટીંગ યોજવામાં આવેલ છે જેમાં આસરે 1600 થી વધારે આગેવાનો સહિતના માણસો જોડાયેલ હતા.
જે વિસ્તારમાંથી શોભાયાત્રા નિકળનાર છે જે શોભાયાત્રાના મોટા ભાગના આગેવાનો દ્રારા પોલીસ પાસેથી શોભાયાત્રા અંગેની મંજુરી લઇ લીધેલ છે અને જે લોકોએ મંજુરી લીધેલ નથી તેઓને મંજુરી મેળવી લેવા તાકીદ કરી છે.તહેવારો ઉપર અસામાજીક તત્વો દ્રારા કોઇ વાંધાજનક પોસ્ટ કે ટીપ્પણી કરવામાં ન આવે તે માટે સોસીયલ મીડીયા ઉપર વોચ રાખવા સાયબર ક્રાઈમની અલગ-અલગ ટીમોને એક્ટીવ કરવામાં આવી જે 24 કલાક રાઉન્ડ ધી ક્લોક મોનીટરીંગ કરશે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ દ્વારકા જીલ્લામાં 1, જામનગર જીલ્લામાં 5, મોરબી જીલ્લામાં 10, રાજકોટ જીલ્લામાં 23 તથા સુરેન્દ્રનગર જીલ્લામાં 5 મળી એમ કુલ 44 નાના મોટા લોકમેળાઓ યોજાનાર છે. તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.
તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સીનીયર સીટીઝનો માટે શી ટીમ તૈનાત રાખવામાં આવનાર છે. પાકીટ મારો, ચેઇન સ્નેકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા સારૂૂં એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે. સૌરાષ્ટ્રના 44 જેટલા તમામ લોકમેળાઓ ખાતે લોકો રજુઆત/ફરીયાદ કરી શકે તે માટે તંબુ ચોકી ઉભી કરવામાં આવી છે. જ્યાં કોણ પણ નાગરિકની રજુઆત કે ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો તૈનાત રાખવામાં આવશે.
જન્માષ્ટમી ઉપર દ્વારકામાં 1725 પોલીસ દ્વારા ત્રિસ્તરીય અભેદ સુરક્ષા વ્યવસ્થા
દ્દજન્માષ્ટમી ઉપર દ્વારકાધીશ મંદીર ખાતે સ્પેશીયલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં દ્વારકા પોલીસ સ્ટેશન દ્રારા કુલ 6 ઝોનમાં પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવેલ છે જેમાં 4 ડીવાયએસપી, 51 પી.આઈ અને પીએસઆઈ, 516 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડ સહિત 1153 પોલીસ તૈનાત રહેશે. જયારે દ્વારકાધીશ મંદિર ખાતે 2 ડીવાયએસપી,19 પી.આઈ અને પીએસઆઈ,161 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ જીઆરડી, ટીઆરબી,હોમગાર્ડ સહીત કુલ 356 તેમજ બેટ દ્રારકા મંદિર ખાતે એક ડીવાયએસપી, 8 પી.આઈ અને પીએસઆઈ, 66 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ જીઆરડી, ટીઆરબી,હોમગાર્ડ મળી કુલ 161નો પોલીસને તૈનાત રખાશે. બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. આમ ઉપરોકત તમામ 6 ઝોનમાં પોલીસ બદોબસ્ત માટે દેવભૂમિ દ્રારકા જિલ્લા ખાતે 7 ડીવાયએસપી,79 પી.આઈ અને પીએસઆઈ, 738 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ઉપરાંત તેમજ જીઆરડી, ટીઆરબી,હોમગાર્ડ સહીત કુલ 356 1725 નો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે.
શંકાસ્પદ હિલચાલ અંગે પાંચ જિલ્લાના સ્પેશિયલ કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ
જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રાજ્યમાં તહેવારોના માહોલને ડહોળવા અસામાજિક તત્વો દ્રારા સોસીયલ મીડીયા ઉપર મુકવામાં આવતી વાંધાજનક પોસ્ટ પરથી કે ખોટી અફવાથી દોરાઇ નહીં અને આવા ખોટા મેસેજ પર ભરોસો ન કરી તેનાથી દુર રહે અને હાલે ચોમાસાની સીઝન હોય વરસાદી વાતાવરના લીધે રથયાત્રા તેમજ લોકમેળા દરમ્યાન કોઇ ઇલેકટ્રીક સોટસર્કીટનો બનાવ ન બને તે અંગેની કાળજી તેમજ ખાસ તકેદારી રાખવા તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. તેમજ જો કોઇ વ્યકતિને કંઇપણ વાંધાજનક શંકાસ્પદ વસ્તુ કે હકીકત જણાય આવેતો તુર્તજ રાજકોટ રેન્જ / રેન્જના જિલ્લાઓના કંન્ટ્રોલ રૂૂમનો સંપર્ક કરવા વિનંતી છે. (1) રાજકોટ રેન્જ 0281-2475516 (ર) દ્રારકા 02833-232002 (3) જામનગર 0288-2550200 (4) મોરબી 02822-243478 (5) રાજકોટ ગ્રામ્ય 0281-2455303 (6) સુરેન્દ્રનગર 02752-282452 ઉપર જાણ કરવા અપીલ કરી છે.
તરણેતર મેળામાં 1127 અને ચોટીલા મંદિર ખાતે 227 પોલીસનો બંદોબસ્ત
સુરેન્દ્રનગર જીલ્લાના થાન પાસે પ્રસિદ્ધ તરણેતર ત્રિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળા બંદોબસ્તમાં ડીઆઈજીના નિરિક્ષણ હેઠળ DIG 10 ડીવાયએસપી, 112 પી.આઈ, પીએસઆઈ,1190 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ ઉપરાંત તેમજ એસઆરપીની ત્રણ કંપની સહીત જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડનો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે. જયારે ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે એક ડીવાયએસપી, 8 પી.આઈ,પીએસઆઈ, 98 એએસઆઈ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડ મળી કુલ 227 પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે.