ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં નવરાત્રિના મહોત્સવમાં પોલીસની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

11:52 AM Sep 25, 2025 IST | Bhumika
Advertisement

ઘોડેશ્વાર પોલીસમેન, મહિલા સી ટીમ-ટ્રાફિક સેલ સહિતની પોલીસ ટુકડી તહેનાત: ચેક પોસ્ટ પર કડક ચેકિંગ; લોક જાગૃતિના બેનરો લગાવાયા

Advertisement

જામનગર શહેર અને જિલ્લામાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચે નહીં તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવીવ રહી છે, અને સમગ્ર જિલ્લાભરમાં અલગ અલગ પોલીસ ટુકડીઓને દોડતી કરી દેવામાં આવી છે, અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. જેને લઈને શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મહોત્સવના દિવસો પસાર થઈ રહ્યા છે.

રાજકોટ રેન્જ ના અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ની અધ્યક્ષતા હેઠળ નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા અંગે માઉન્ટેન્ડ યુનિટ, મહિલા પથસીથથ ટીમ અને જામનગર જિલ્લા પોલીસ દ્વારા લોકોમાં જન જાગૃતિ માટે ગરબા સ્થળે પોલીસ હેલ્પ 112 જનરક્ષક પ્રોજેકટ, નશામુક્તિ અંગે, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા જેવા વિવિધ વિષયો અંગેના ગરબા સ્થળે પોસ્ટર/બેનરો તથા વિડીયો પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં પોલીસના સજ્જડ બંદોબસ્ત ની સાથે સાથે ઘોડેશ્વર પોલીસ વગેરે સધન પેટ્રોલિંગ કરી રહ્યા છે. સાથોસાથ સાયબર ક્રાઇમ ને લગત વિષયની જાણકારી ના ભાગરૂૂપે લોક જાગૃતિના બેનર તથા વિડિયો ક્લિપ પ્રસારિત કરીને લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. જેથી જામનગર જિલ્લામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ની વચ્ચે નવરાત્રી મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.

 

જામનગર પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર
નવરાત્રિ દરમિયાન લોકો સાવચેત અને સુરક્ષિત રહે તેની માર્ગદર્શિકા જાહેર કરાઈ
નવરાત્રિ દરમિયાન આપનો મોબાઈલ નંબર વિશ્વસનીય વ્યક્તિ ને જ આપો
અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કેળવવાનું ટાળો.
સોશીયલ મીડીયા દ્રારા મળેલી વ્યક્તિ સાથે મુલાકાત કરવાનું ટાળો.
આપનો નિયમિત પીછો કરતી વ્યક્તિ અંગે પોલીસને જાણ કરો.
ગરબામાં હંમેશા આપના પરિચીત ગ્રુપમાં જ રહો.
નવરાત્રિની સમય મર્યાદામાં જ આપના ઘરે પાછા ફરો.
કોઈ પણ વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ જવુ નહી.
અજાણી વ્યક્તિ તમારુ છુપા કેમેરાથી શુટીંગ ન કરે તેની કાળજી રાખો.
કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં 112 નંબર પર કોલ કરો.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsNAVRATRI
Advertisement
Next Article
Advertisement