CBSEના આચાર્યો સહિત 15 લાખ શિક્ષકો માટે TIFS ટ્રેનિંગ ફરજિયાત
સીબીએસઇ શાળાઓમાં ભણાવતા શિક્ષકો પાસે ઇ.ઊમ ડિગ્રી હોય છે. પરંતુ હવે આ પર્યાપ્ત રહેશે નહીં, કારણ કે હવે શિક્ષકોને શિક્ષણ સંબંધિત દરેક ક્ષેત્રમાં નિષ્ણાત બનાવવા માટે સીબીએસઇ બોર્ડ દ્વારા 50 કલાકની તાલીમ ફરજિયાત કરવામાં આવી છે. શાળાના આચાર્યથી લઈને પ્રાથમિક વર્ગના શિક્ષકોએ પણ આ તાલીમ લેવી પડશે. આ તાલીમ કાર્યક્રમ વર્ષ 2025માં શરૂૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં મોટા પાયે ચલાવવામાં આવશે. 15 લાખ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.
હકીકતમાં સીબીએસઇ બોર્ડ આવતા વર્ષે પટ્રેનિંગ ઇન્ટરવેન્શન ફ્રેમવર્ક એન્ડ સોલ્યુશન્સથ (ટીઆઇ એફએસ) ફ્રેમવર્ક શરૂૂ કરવા જઈ રહી છે. જેમાં દેશભરની 30,000થી વધુ સીબીએસઇ બોર્ડની શાળાઓને સામેલ કરવામાં આવશે. જેમાં 15 લાખ શિક્ષકોને તાલીમ આપવામાં આવશે. સીબીએસઇ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનિંગ પોગ્રામ બધા જ શિક્ષકો માટે ફરજીયાત રહેશે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 (ગઊઙ)માં ઘણાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલોપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
પ્રાથમિક શિક્ષકો (ગ્રેડ 1 થી 5), પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો (ગ્રેડ 6 થી 8), અનુસ્નાતક શિક્ષકો (ગ્રેડ 9 થી 12), વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ, કાઉન્સેલર, સંયોજકો, લાઈબ્રેરીયન અને અન્યનો ટ્રેનિંગમાં સમાવેશ થાય છે.
આ ટ્રેનિંગ પોગ્રામનો ઉદ્દેશ્ય શૈક્ષણિક વિષયોમાં શિક્ષકોની શિક્ષણ કૌશલ્યમાં સુધારો કરવાનો છે. બોર્ડનું કહેવું છે કે શિક્ષકોની તાલીમ નિયમિતપણે ચાલુ રહેશે. દેશભરમાં લગભગ 30,000 શાળાઓ સીબીએસઇ સાથે જોડાયેલી છે. જેમાં વિદેશની 25 શાળાઓનો પણ સમાવેશ થાય છે. તેમાં 1247 કેન્દ્રીય વિદ્યાલયો, 5280 સરકારી/ગ્રાન્ટેડ શાળાઓ અને લગભગ 22408 સ્વતંત્ર શાળાઓનો સમાવેશ થાય છે.