મોરબી પંથકમાં આપઘાતના ત્રણ બનાવમાં ત્રણ યુવકે જિંદગી ટૂંકાવી
જેપુર ગામ નજીક આવેલ ત્રિમંદિર પાસે 35 વર્ષનો યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે તેમજ ગોર ખીજડીયા અને ઉંચી માંડલ ગામે આવેલ ફેકટરીમાં આપઘાત અને અપમૃત્યુના બનાવો નોંધાયા છે મોરબી તાલુકા પોલીસે ત્રણેય બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે.
પ્રથમ બનાવમાં મોરબીના માણેકવાડા ગામે રહેતા હરેશભાઈ
મનસુખભાઈ ચનીયારા (ઉ.વ.35) નામના યુવાન ગત તા. 08 ના રોજ જેપુર પાસે આવેલ ત્રિમંદિર નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું બીજા બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં બી એસ (પોલીપેક) ઓટોપેક કારખાનામાં રહીને કામ કરતા આશિષ ધરમપાલ પાસવાન (ઉ.વ.25) નામના યુવાનને માનસિક બીમારીની દવા ચાલુ છે તેમજ કોઈ છોકરી સાથે પ્રેમ કરતો હોય ફોન પર વાતચીત સમયે બંને વચ્ચે કોઈ બાબતે મનદુ:ખ થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં રોક સ્લેપ સિરામિકમાં કામ કરતા દાદુલાલસિંહ બારેલાલસિંહ ગૌડ (ઉ.વ.20) નામના યુવાન કારખાનામાં મજુરી કામ કરતા હતા અને રાત્રીના અગિયાર વાગ્યે ઇલેક્ટ્રિક રોબોટ અને ટાઈલ્સ મુકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી જતા ઈજા પહોંચી હતી સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.