ધ્રોલ પંથકમાંથી એક સાથે ત્રણ યુવતીઓ લાપતા
ધ્રોલના ખાટકીવાસ, ગરેડિયા અને લતીપર ગામેથી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ
ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની 22 વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત નહી ફરતા આ બનાવ અંગે તેણી ના ભાઈ એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે.
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના નાના ગરેડીયા ગામ માં રહેતી તૃષાબેન અમરસીભાઈ શિયાર નામની 22 વર્ષ ની યુવતી ગત તારીખ 23/9/25 ના સવારે પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી ઘરે પરત નહી પડતા અને તેણીની સગા સંબંધીઓ ને ત્યાં શોધ કરવા છતાં પણ પતો નહીં લાગતા આખરે તેણી ના ભાઈ સુખદેવ સીયાર એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે. આ બનાવવા અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા તપાસ હાથ ધરી છે. આ યુવતી બાબતે કોઈને જાણકારી મળે તો ધ્રોલ પોલીસ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.
ધ્રોલમાંથી યુવતી ગુમ
જામનગર માં આજે સવારે એક મહિલા નું ટ્રેન હડફેટે ચઢી જતા તેણી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. જામનગર માં ધરાર નગર - 1 ,આંબેડકર ધામ વિસ્તાર માં રહેતા ડાયાબેન કિશોરભાઈ રાઠોડ ( 44) આજે સવારે સાડા આઠેક વાગ્યે સાતનાલા રેલવે બ્રિજ માં ટ્રેન ના પાટા ઓળંગી રહ્યા હતા, ત્યાર પુરપાટ વેગે આવતી ટ્રેન ની ઠોકરે તેણી નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે ધીરુભાઈ નાનભાઈ રાઠોડ એ પોલીસ માં જાણ કરતા પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લતીપર ગામની યુવતી ગુમ
જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના લતીપર ગામ ની યુવતી ગુમ થતા તેની ના પિતા એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે. ત્રણ તાલુકાના લતીપર ગામના રહેતી દક્ષાબેન ચંદુભાઈ સરવૈયા નામ ની 18 વર્ષ ની યુવતી ગત તા.30/9/25 ના રાત્રે 8:30 વાગ્યે પોતા ના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત ફરી નથી. આથી તેણી ના પિતા ચંદુભાઈ જેરામભાઈ સરવૈયા એ ધ્રોલ પોલીસ માં ગુમ નોંધ કરાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા એ તપાસ હાથ ધરી છે.