તાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટ
12:10 PM Nov 21, 2025 IST
|
Bhumika
Advertisement
ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે.
Advertisement
ગુજરાતની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા(ISR )મુજબ, ગીર સોમનાથના તાલાલામાં ગત 19 નવેમ્બરે, સવારે 06:12 વાગ્યે 2.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે બીજી દિવસે એટલે કે 20 નવેમ્બરના રોજ વારાફરતી બે ભૂકંપના આંચકા આવ્યા હતા.
ISR અનુસાર, ગીર સોમનાથના તાલાલામાં 20 નવેમ્બરે બપોરે 02:29 વાગ્યે 2.9 તીવ્રતાનો અને 02:53 વાગ્યે 3 તીવ્રતાનો ભૂકંપ નોંધાયા છે. અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Next Article
Advertisement