ત્રણ સિસ્ટમ સક્રિય, ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાત પર તેની થશે અસર, સાથે સાથે દરિયાઇ કાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિકલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂૂચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે.રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો કયાંક ભારે વરસાદની સંભાવના છે.
ઈંખઉએ આજથી ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં, જે 1 જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે. તેવી જ રીતે, ઉત્તર આંતરિક કર્ણાટકમાં 27-30 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
બીજી તરફ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં 2.36 ઇંચ તથા ભરૂચના હાંસોટમાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય નેત્રંગમાં 1.73 ઇંચ, માંગરોળમાં 1.69, ઓલપાડમાં 1.22 અને વાલિયામાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 21 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.