For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો

04:38 PM Nov 08, 2025 IST | admin
રાજકોટના ત્રણ સ્ટેશનોએ રાજ્યના બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને ચેરમેન - ફાયર સર્વિસ દિલીપભાઇ લુણાગરીયા સંયુક્ત યાદીમાં જણાવે છે કે ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ , ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ Best Fire Station તરીકે એવોર્ડ આપવામા આવે છે.

Advertisement

તા.07/11/2025ના રોજ અમદાવાદ ખાતે Best Fire Station એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ત્રણ ફાયર સ્ટેશનને Best Fire Station એવોર્ડ એનાયત કરવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની કામગીરી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે. દવે અને ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ બી. ઝાલા સંભાળે છે. રાજકોટ શહેરના ત્રણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્બ્યુલન્સ શબવાહીની કોલ તથા બિલ્ડીંગોમા નિયમીત ફાયર સેફટીનું ઇન્પેકશન તથા ફાયર સ્ટેશન દ્વારા ફાયર ગઘઈ અંગે બિલ્ડીંગોનું ઇન્સપેકશન વિગેરે કામગીરીની વિગત આપી જે ખરેખર પ્રસંશનીય કામગીરી કરેલ છે.

ઉપરોકત Best Fire Station એવોર્ડના કાર્યક્રમમા એવોર્ડ પ્રાપ્ત કરનાર (1) રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોજ આઇ . લુવાની, (2) કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ, અને (3) રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયા દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ સ્વીકારવામાં આવેલ.
રાજકોટ શહેરના ત્રણ ફાયર સ્ટેશનને Best Fire Station નો એવોર્ડ મળવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઇ રાડીયા અને ચેરમેન - ફાયર સર્વિસ દિલીપભાઇ લુણાગરીયાએ સમગ્ર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખાને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement