રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

24 કલાકમાં SOGના ત્રણ દરોડા, 53 કિલો ગાંજા સાથે 3ને દબોચ્યા

04:00 PM Sep 16, 2024 IST | admin
Advertisement

જંગલેશ્વરના બંન્ને શખ્સો 100, 200 અને 300 ગ્રામની પડીકી બનાવી વેચતા હતા: જાવેદનું નામ ખુલ્યું, 5.29 લાખની મતા કબજે

Advertisement

ગાંધીગ્રામનો શખ્સ સુરતથી ગાંજો લઇ વેંચતો’તો: વધુ નામો ખુલવાની શકયતા

શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એકશનમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં ગાંજાનુ મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોવાની માહીતીને આધારે એસઓજીએ દરોડો પાડી બે મકાનમાથી રૂૂ.5.18 લાખના ગાંજા સાથે બે નામચીન શખ્સને ઝડપી લીધા છે. બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનું બન્ને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એસઓજીએ છેલ્લા ચોવીસ કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હોવાનું પીઆઈ એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું.

પોલીસ સુત્રોના છેલ્લા કેટલાક સમયથી જંગલેશ્વરમાં ગાંજાનુ વેચાણ થતુ હોવાની માહીતીને આધારે પીઆઇ જાડેજા પીએસઆઇ હરીયાણી,ઘનશ્યામસિંહ ચૌહાણ,ઉપેન્દ્રસિંહ ઝાલા અને અનોપસિંહ સહીતના સ્ટાફે જંગલેશ્વરમાં દરોડા પાડતા રફીક યુસફભાઇ જુણેજા અને અસલમ ગુડ્ડુ શેખના મકાનમાંથી રૂૂ.5.18 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્નેની અટકાયત કરી આ ગાંજો ક્યાથી લાવ્યા અને કોને ડીલવરી કરવાનો હતો. તેમજ આ ગાંજાના જથ્થામાં વધુ કોણ કોણ શખસોની સંડોવણી છે.તે અંગે પણ પુછતાછ કરી હતી.આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો તેમજ 5600 ની રોકડ, વજનકાંટો, સહીત રૂૂ.5.29 લાખની મતા કબજે કરવામાં આવી છે.

રાજકોટમાં ગાંજા ઉપરાંત એમડી સહિતના ડ્રગ્સનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. પોલીસ કમિશનગર બ્રિજેશ કુમાર ઝાએ થોડા સમય પહેલા જ એસઓજી સહિતની બ્રાન્ચમાં અધિકારીઓની ફેરબદલીઓ કરી હતી અને ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા સૂચના આપી હતી અને તેના ભાગરૂૂપે જ એસઓજીની ટીમે માદક પદાર્થો વેચતા શખ્સો પર વોચ રાખવાનું શરૂૂ કર્યું હતું અને માત્ર 24 કલાકમાં જ બે સ્થળેથી ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો છે. અને કુખ્યાત શખ્સો પણ હાથમાં આવ્યા છે, બંન્નેની પ્રાર્થમીક પુછપરછમાં ગાંજાનો જથ્થો જંગલેશ્વરના જાવેદ જુણેજાનો હોવાનો અને પોતે 100,200 અને 300 ગ્રામની પડીકી બનાવી ગ્રાહકોને સપ્લાય કરતા હોવાની ખુલ્યુ હતુ. તેમજ જાવેદ કુખ્યાત મહિલા બુટલેગર રમાનો પતિ હોવાનું પોલીસ માંથી જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં ગાંધીગ્રામ નજીક ભારતીનગરમાં રહેતો નામચીન રણજિત માદક પદાર્થનો વેપલો કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડી બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ તેની ધરપકડ કરી તેની પાસેથી 20 હજારની કિંમતનો ગાંજો અને મોબાઇલ સહિતની મતા કબજે કરી હતી. પીએસઆઇ માજીરાણા,એએસઆઈ ધર્મેશભાઈ ખેર, ઇન્દુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર,દિગ્વિજયસિંહ ગોહિલ અને અરુણભાઈ સહિતના સ્ટાફે ભારતીનગરમાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી રૂૂ.20880ની કિંમતનો 2.088 કિલો ગાંજો મળી આવતા પોલીસે રણજિત નારૂૂભા રત્નુની અટકાયત કરી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રણજિત દોઢેક વર્ષથી સુરત પાસેથી ગાંજો લાવી વેચતો હોવાનું રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrajkotpoliceThree SOG raids in 24 hours
Advertisement
Next Article
Advertisement