ધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોત
બાબરા તાલુકાના ચમારી ગામની ઘટના
બાબરા તાલુકાના ચમારી ગામે વાડીના ધોરાયા માંથી પાણી પીતા ત્રણ સગી બહેનોને ઝેરી અરસ થઇ હતી અને ત્રણેયને સારવાર માટે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એક બાળકીનું મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય બે બેહનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
મળતી વિગતો મુજબ બાબરાના ચમારી ગામે બાબુભાઇની વાડીએ મુળ મધ્યપ્રદેશના કમલેશ ભાઇ તોમરની ત્રણેય સગી દીકરીઓ વાડીમાં આવેલા પાણીના ધોરીયામાંથી પાણી પી જતા માધુરી બેન (ઉ.વ.15) અને રાણી બેન (ઉ.વ.8) અને પલ્લવીબેન (ઉ.વ.6) એમ ત્રણેયને ઝેરી અસર થતા તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યા પલ્લવીનું મૃત્યુ નિપજ્યુ હતુ જયારે અન્ય બે બાળકીઓને સારવારમાં ખસડાઇ છે. જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ ઘટના અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. તેમજ બાળકીના મૃત્યુથી શ્રમીક પરિવારમાં શોક છવાયો છે.